________________
૩૯૦
સુરસુંદરી ચરિત્ર તે સમયે ગંગાવત્ત નગરમાંથી અનેક વિદ્યાધરના પરિવાર સહિત અને સુંદર રૂપવાળી અનંગગા નામે એક કન્યા ત્યાં આવી. યુવરાજની દષ્ટિ તેણીની ઉપર પડી અને અનંતગાએ પણ સ્નિગ્ધ દષ્ટિપાત વડે કુમારને જે. કામનાં બાણથી વીંધાયેલ કુમાર તરત જ પરાધીન થઈ ગયો.
બાદ અનંગકેતુ કુમારે વસંત નામે પિતાના મિત્રને પૂછયું. ' હે ભદ્ર! આ સુંદર રૂપવાળી સ્ત્રી કેની છે ? એણના પિતાનું નામ શું છે? તેમજ એણીનું નામ શું છે?
એ પ્રમાણે કુમારનું વચન સાંભળી વસંત બેલ્ય. ગંગાવત્ત નગરમાં શ્રીગધવાહન રાજા છે. મદનાવલી નામે તેની સ્ત્રી છે.
તેણને પ્રથમ નરવાહન, મકકેતુ અને મેઘનાદ એમ ત્રણ પુત્રો હતા. તેઓ વિદ્યાના બલથી બહુ ગર્વિક અને શૂરવીર હતા. પોતાના પિતાની સાથે નરવાહન રાજાએ દીક્ષા લીધી એટલે મકરતુ રાજ્યગાદીએ બેઠે.
ત્યારપછી તે પણ વિદ્યા સાધવા માટે નિર્જન અરણ્યની અંદર વંશજાલીમાં બેઠે હતા, ત્યારે મારા પિતાએ પોતાના પ્રમાદને લીધે વાંસના જાળાને કાપતાં તેને મારી નાખ્યો.