________________
૩૮૯
સુસુંદરી ચરિત્ર અને જલગ બને ભણવા રમવામાં સાથે રહેતા હતા, તેથી એક બીજાના પ્રેમને લીધે તે બંને મિત્ર તરીકે વર્તતા હતા. અનંગકેતુ કુમાર
અન્યદા સુરસુંદરીને સિંહના સ્વથી સૂચિત એ બીજે પણ પુત્ર ઉત્પન્ન થયો. જન્મ સમયે તિથિ, નક્ષત્ર અને કરણાદિકનો યોગ બહુ ઉત્કૃષ્ટ હતે.
વળી તે પુત્ર રૂપમાં અનંગ [કામ] સમાન હતો. પ્રતાપમાં સૂર્ય સમાન હતું. શૂરવીર તેમજ દાની હતે. પ્રિયવાદી, દક્ષ અને માતાપિતાને વિનય સાચવનાર થયે. અનંગકેતુ તેનું નામ હતું. " અનુક્રમે તે યુવાસ્થાને પ્રાપ્ત થયું. પિતાએ તેને યુવરાજપદ ઉપર સ્થાપન કર્યો. બાદ સર્વ વિદ્યાઓને સિદ્ધ કરી તે અને કેતુ પિતાની ઈચ્છા પ્રમાણે વિદ્યાધરોના નગરોમાં વિલાસ કરે છે. વસંત સમય
અન્યદા મકરકેતુ રાજા વસંતઋતુનો પ્રાદુર્ભાવ જાણું પોતાના અંતઃપુર સહિત અષ્ટાહિકા મહોત્સવ કરવા માટે વૈતાઢયગિરિના શિખર ઉપર ગયે, તેમજ વિતાઢયવાસી સર્વે વિદ્યાધર પણ મોટા ઉત્સવ વડે ત્યાં ગયા, ગાંધર્વ લોકેના નૃત્ય સાથે મોટા વિસ્તારથી અઠ્ઠાઈ મહત્સવ ચાલે છે.