________________
સુરસુંદરી ચરિત્ર
૩૮૭ હે નરેંદ્ર! આવા સમયમાં જન્મેલો બાળક પિતાને સુખકારી થતી નથી. આ બાળક પિતાને ઘેર મોટે થાય, તે કુલને તથા રાજ્યલક્ષમીને નાશ કરે, એમાં સંદેહ નથી;
વળી હે દેવ! મારા કહેવાથી આ૫ રેષ કરશે નહીં. વિશેષમાં મારે એટલું આપને જણાવવાનું છે કે,
જ્યાં સુધી આપ એને જોશે નહીં, ત્યાં સુધી જ આપનું કુલ છે અને જ્યારે એને દેખશે, કે તરતજ તમારા પ્રાણનો પણ સંશય થશે.
ભૂપતિએ કહ્યું, હે ભદ્રક ! સત્ય વાતમાં કોઈ શા માટે કરે પડે? . શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલાં મધ્યસ્થ તના જાણકાર દૈવજ્ઞ પુરુષે જે વાત કરે છે, તે યથાર્થ હોય છે.
માટે હે દૈવજ્ઞ ! શાસ્ત્રબુદ્ધિથી કહેલાં તારાં વચન ઉપર તેમજ તારી ઉપર મને બીલકુલ રોષ નથી. એમ કહી ભૂપતિએ સાકાર કરી તેને વિદાય કર્યો. મદનગર કુમાર
દેવજ્ઞના ગયા બાદ નરેંદ્રને બહુજ સંતાપ થવા લાગ્યા. હવે મારે શું કરવું? આ પુત્રને કોઈ પણ સ્થાનમાં વિદાય કરે ઠીક છે. કારણ કે એનું મુખાવકન થવું ન જોઈએ. . એમ વિચાર કરી રાજાએ બોલાવીને સુખાસનમાં બેઠેલી પોતાની બહેન પ્રિયવદાને કહ્યું,