________________
૩૮૬
સુરસુંદરી ચરિત્ર
નરેંદ્રના ઉત્કૃષ્ટ અને શુભ એવા સંગમ સુખના વિરહ વડે ઉત્કંઠિત હેય ને શું? એવા દેવીના ગંડસ્થલ શ્યામકાંતિને ત્યાગ કરી પાંડુરંગના થઈ ગયા.
રાજાના વૈરીને ઉદય જાણી અન્ય સર્વ અંગોને ગૌસ્વપણું પ્રાપ્ત થયું.
માત્ર મને જ ન થયું એવા હેતુથી જેમ ઉચિત સમયે તેણીનું ઉદર પણ વૃદ્ધિ પામ્યું, બાદ ઉદરનું પણ ગૌરવપણું જે પ્રકટ થયા છે અભિમાન જેને એવું તેણીનું નિતંબસ્થળ “મારા પરાજ્યને તે મા કરે એવી ચિંતાથી વૃદ્ધિ પામવા લાગ્યું. પ્રસવ કાલ
અનુકમે પ્રસવને સમય લગભગ આવી પહોચ્યા. ચંદ્રની ગતિ મૂલ નક્ષત્રમાં ચાલતી હતી. લગ્નસ્થાનમાં પાપગ્રહો રહેલા હતા અને અશુભસૂચક વિષ્ટિ નામે કરણ ચાલતું હતું, તે સમયે સુરસુંદરીને મહાકષ્ટ વડે પુત્રને જન્મ થયો.
બાદ રાજાનું હૃદય બહુ ત્રાસ પામવા લાગ્યું અને તરત જ તેની હકીક્ત જાણવા માટે ભૂપતિએ ઉત્તમ
તિષિકને બોલાવ્યા. . તેણે પૂછયું કે, હે નૈમિત્તિક! આ પુત્રને જન્મકાલ કેવા રૂપમાં છે? એનામાં ગુણે કેવા રહેલા છે? ? એ પ્રમાણે રાજનું વચન સાંભળી મસ્તકધુણાવીને જોષીએ કહ્યું કે,