________________
૩૮૫
સુરસુંદરી ચરિત્ર વળી બીજુ પણ તારે તેમને કહેવું કે -
જ્યાં સુધી આ દુષ્ટ ગર્ભને પ્રસવ થાય નહીં, ત્યાં સુધી મારું પાણિીનું મુખ તમારે જવું નહીં.
એ પ્રમાણે તેણીનું વચન સાંભળી પ્રિયવદા રાજાની પાસે ગઈ અને આ સર્વ વાર્તા તેણીએ મકરકેતુને સંભળાવી.
તે વાત સાંભળી રાજા પિતાના હૃદયમાં બહુ વિસ્મિત થઈ ગયા અને ચિંતવન કરવા લાગ્યા.
અહે! જે દેવી નિમેષ માત્ર પણ મારા વિરહને સહન કરવા અશક્ત હતી, તે હાલમાં ગર્ભના પ્રભાવથી એકદમ નિષ્ફર હૃદયવાળી થઈ ગઈ અને મારા દર્શનની પણ પૃહા રાખતી નથી.
શું તે પૂર્વનો વૈરી એ આ ભવિતવ્યતાને લીધે દેવીના ગર્ભમાં આવેલો સુબંધુને જીવતે નહીં હૈય?' - એમ વિચાર કરતો મકરકેતુ રાજા દેવીને દર્શન પણ આપતો નથી અને પિતાના વૈરીની શંકાને લીધે પોતાના હૃદયમાં બહુ જ શકાતુર રહ્યાં કરે છે. ગર્ભચિન્હ
- ગર્ભના દિવસે કેટલાક વ્યતીત થયા, બાદ અશુભ અધ્યવસાયને લીધે ક્રૂર મનવાળી દેવીને જોઈ રાજાના પ્રિય મિત્રની માફક હું માનું છું કે, તેણીના સ્તન શ્યામ મુખવાળા થઈ ગયા. ભાગ–૨/૨૫