________________
૩૬૨
સુરસુંદરી ચરિત્ર કેવલ તેના સંગ્રહમાં જ લક્ષ્ય રાખે નહી; દાનાદિક સત્કાર્યો કરીને તેને સદુપયોગ પણ કરી લેવો;
વળી મૃત્યુરૂપ સુભટને મારો હમેશાં પ્રાણુઓના નજીક ભાગમાં રહેલો છે, તે મારને અમલ આજે અથવા કાલાન્તરે થવાને, તે સંબંધી વિશેષ માહિતી સિવાય અન્ય પ્રાણીઓને હોતી નથી, માટે હંમેશાં ધર્મ સંગ્રહ કરે.
ધર્મમાં જે પ્રમાદ કરે છે, તે મૂખની નિશાની છે. માટે હે મહાનુભાવો! દુર્લભ એ આ મનુષ્યભવ પામી ભવસાગર તરવાને આ નૌકાસમાન શ્રીમતી પારમેશ્વરી દીક્ષાને ગ્રહણ કરી માનવભવ સફલ કરવામાં તમે ઉકત થાઓ ! એ પ્રમાણે ગુરુ મહારાજને ઉપદેશ સાંભળીને કમલાવતી દેવીએ સૂરિને વંદન કરી પૂછ્યું.
હે ભગવન્! મેં જન્માંતરમાં તેવું શું પાપ કર્યું હશે? કે, જેનાં પ્રભાવથી દુસહ એવું આ પુત્ર વિયોગનું દુઃખ મને પડયું. - શ્રી કેવલી ભગવાન બોલ્યા, હે દેવાનુપ્રિયે ! તે સંબંધી હકીકત તું સાંભળ. અજુન અને બંધુશ્રી
અવરકંકા નગરીમાં મંડેણ, મહણ અને ચંદણુને પિતા, તેમજ અક્ષુબ્ધા છે ભાર્યા જેની એવા જે અંમડ વણિકનું વૃત્તાંત મેં પ્રથમ કહેલું છે, તે અંમડ વણિક ઘણા ભવ ભ્રમણ કરીને આ ભરતક્ષેત્રમાં રહેલા મરૂ દેશમાં હર્ષપુર ગામની અંદર અર્જુન નામે ગામેતી ઉત્પન્ન થયો..