________________
સુરસુંદરી ચરિત્ર
૩૭૧
અદ્ધ ભરતક્ષેત્રમાં રહેલા સમસ્ત રાજાઓને પોતાની આજ્ઞામાં પ્રવર્તાવ્યા. તેમજ તેણે સમગ્ર દેશવિભાગોને ડમર અને ચેરોના ભયથી વિમુક્ત ક્ય..
આર્ય દેશમાં રહેલાં ગામ, આકર અને નગરાદિકના સમૂહોને ઘણું ઉચાં, કાંતિમાં વેત અને દેખાવમાં બહુજ રમણીય એવાં અનેક જિન ચૈત્યભવને વડે વિભૂષિત કર્યા.
તેમજ સમગ્ર શ્રાવક વર્ગને અનેક પ્રકારના કર (વેરા) અને શુક (દાણ)થી વિમુક્ત કર્યા.
જૈનશાસન તથા જૈનસંઘના સમસ્ત શત્રુઓને નિમૂલ કર્યા.
સર્વ દેશમાં મુનિએના અખલિત (નિર્વિગ્ન) વિહાર પ્રવર્તાવ્યા. સાધર્મિકજનના વાત્સલ્યમાં પિતાના સામતને નિયોગ કર્યો.
દરેક દેશમાં દરેક સ્થાને વિવિધ પ્રકારની ભજનશાલાઓ સ્થાપના કરી. તેમજ સત્રાગાર (દાનશાલાઓ)ની અંદર મનુષ્યની ઈચ્છા પ્રમાણે ઉત્તમ પ્રકારની સર્વ વસ્તુઓ આપવામાં આવે છે.
તેમજ અનવદ્યકાર્યમાં રક્ત, પ્રજાને પાલવામાં જ મુખ્ય પ્રવૃત્તિ કરતા, દુષ્ટ, ધૃષ્ટ, લંઠ અને મૃત્યવર્ગને પ્રચંડપણે નિગ્રહ કરતે, નમ્રજનેને સંતોષ આપતે, સમગ્ર શત્રુજનેને વશ કરતે, સર્વ પ્રાણીઓના સમુદાયને આનંદ આપતે, સમસ્ત દુર્ગમ્યમાર્ગોને સુગમ કરતે એ મહાન પરાક્રમી મકરકેતુ રાજા રાજ્યનું પાલન કરવા લાગ્યો.