________________
૩૭૪
સુરસુંદરી ચરિત્ર
સુરસુંદરીની સાથે નેહ પૂર્વક નિવાસ કરતા તે મકરકેતુરાજાનાં કેટલાએ લક્ષપૂર્વ વર્ષ વ્યતીત થયાં.
પિતાની પુણ્યપ્રકૃતિને લીધે તેની ધાર્મિક પ્રવૃત્તિઓ નિર્વિધ્રપણે સિદ્ધ થતી હતી. કહ્યું છે કે –
જ્યાં સુધી પ્રાણીઓનું પુણ્ય જાગ્રત હોય છે, ત્યાં સુધી ચંદ્રબલ, ગ્રહબલ, તારાબલ, પૃથ્વીબલ, અને સમસ્ત અભિવછિત અર્થો સિદ્ધ થાય છે.
તેમજ સજજનેનું સજજનપણું ત્યાં સુધી ટકી રહે છે.
મુદ્રામંડલ, તંત્ર અને મંત્રને મહિમા અને કરેલું પરાક્રમ પણ ત્યાં સુધી જ સિદ્ધ થાય છે.
વળી જ્યારે પુણ્યને ક્ષય થાય છે, ત્યારે તેઓમાંથી કેઈપણ દષ્ટિગોચર થતું નથી, માટે પુણ્યનો પ્રભાવ આ દુનિયામાં અલૌકિક હોય છે.” સ્વપ્ન અવલોકન
અન્યદા કેઈ એક રાત્રીએ રાજાની સાથે સુરસુંદરી દેવી પિતાના આવાસમાં સુતી હતી. પ્રભાતના સમયે તેણીને સ્વમ આવ્યું.
કેઈપણ કાળો સર્ષ નરેંદ્રસહિત મને કરડીને મારા ઉદરમાં પેસી ગયા.
એવું સ્વપ્ન જોઈ તરત હું જાગી ઉઠી અને હું વિચાર કરવા લાગી. અરે ! આ સ્વપ્ન બહુ અનિષ્ટ ફલ આપનાર છે. માટે રાજાની આગળ આવું ખરાબ સ્વપ્ન કહેવાથી શું ફલ?