________________
સુરસુંદરી ચરિત્ર
૩૭૩ અમૂલ્ય અને ઘણાં સારાં વાથી સુશોભિત એવા અનેક પ્રકારના ચંદરવા શ્રીજૈનમંદિરોમાં કરાવતે હતે.
કદાચિત્ કારાગારમાં રહેલા પુરુષોને મુક્ત કરતે તેમજ શ્રીજિનેંદ્ર ભગવાનના મંદિરોમાં આનંદ સહિત રથયાત્રાએનું વિધિપૂર્વક નિરીક્ષણ કરતે હતે.
કદાચિત્ શ્રીજિનયાત્રાના સમયે આવેલા કૃપણ અનાથ અને દીનાકના મને રથને શ્રેષ્ઠ પદાર્થોના દાન વડે પૂર્ણ કરતો હતો. , કદાચિત રથયાત્રામાં આવેલા સાધર્મિકાજનેને બહુ પ્રેમપૂર્વક ભોજન, વસ્ત્ર અને અલંકારાદિકના દાન વડે સંતુષ્ટ કરતે હતો.
કદાચિત્ અંતઃપુરમાં જઈને વિવિધ પ્રકારના કીડા વિલાસમાં પ્રવીણ એવી પિતાની સ્ત્રીઓ સાથે વિષય સુખને સેવતે હતે.
કદાચિત હોંશીયાર એવી વારાંગનાઓએ કરેલા હાવભાવવડે રમણીય અને સુંદર ગીતવાળા નાટયકલાનું અવલોકન કરતો હતો.
વળી એ સિવાય અન્ય પણ શિષ્ટપુરુષને સંમત, પિતાના પૂર્વજોએ આચરેલું. પોતાના કુલને અવિરૂદ્ધ, પિતાની ઉંમરને લાયક, સજજનેને વખાણવા લાયક, લૌકિક આગમથી અવિરૂદ્ધ અને પ્રાચીન રાજાઓએ આચરેલું જે જે કાર્ય હતું, તે સર્વને પોત પિતાના સમયમાં પ્રતિપાદન કરતે, સુખસાગરમાં મગ્ન થયેલે, દુઃખરહિત છે પ્રકૃતિ જેની, એ તે મકરકેતુરાજા શ્રી જિનશાસનની સેવામાં નિરંતર ઉદ્યમશીલ રહેતો હતો.