________________
સુરસુંદરી ચરિત્ર
૩૭૫ એમ હું ચિંતવન કરતી હતી, તેટલામાં તે સમયમાં નિયુક્ત કરેલા સ્તુતિપાઠકે ગંભીરપટના નાદ સાથે ગીતના ધ્વનિ સહિત પ્રભાતિક વાદ્ય વગાડવા લાગ્યા.
વાજીના નાદ સાંભળી મકરકેતુરાજા જગત થઈ ગયે, પિતાના હૃદયમાં પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરીને તકાલ ઉચિત શરીર શુદ્ધિ કરી. - ત્યાર પછી તે રાજા મણિ અને રત્નની કાંતિવડે નષ્ટ થયું છે અંધારું જેનું અને શ્રીજિદ્રભગવાનની પ્રતિમાઓવડે રમણિય એવા વિશાલ ચૈત્ય ભવનમાં ગયે.
વિધિપૂર્વક ભગવાનની પૂજા કરી, બાદ ચિત્યવંદન કરી યાચિત પચ્ચખાણ વ્રત લીધું
પછી પિતાનું આવશ્યક કાર્ય આટેપીને રાજા વારાંગનાઓથી વ્યામ એવા આસ્થાન મંડપમાં ગયો. . ત્યાં વારાંગનાઓએ સમાચિત રાજાના શરીરે ચંદનાદિકને વિલેપ કર્યો, ક્ષણમાત્ર ત્યાં બેસીને ત્યાંથી ઉઠી ગયો.
પછી તેણે વિદ્યાવડે સુંદર વિમાન બનાવ્યું. સુરસુંદરી પ્રમુખ સ્ત્રીઓ સહિત રાજા વિમાનમાં બેસીને વિદ્યાધરોના સમુદાય સાથે હિમાલયના શિખરમાં જલદી ગયે.
ત્યાં અનેક ગોશીર્ષ ચંદનના વૃક્ષેથી વ્યાપ્ત અને નંદનવનના સર રમણીય એવા ઉદ્યાનમાં કીડામાટે તે નીચે ઉતર્યો.