________________
સુરસુંદરી ચરિત્ર
ওওও આ પ્રમાણે રાજાના પ્રશ્ન સાંભળી સુરસુંદરી બેલી.
પ્રિયતમ! અનેક અર્થ વાચક એક જ શબ્દવડે તમારા પ્રશ્નોને ઉત્તર તમે આપે.
પછી રાજાએ કહ્યું. હે દેવિ ! તે ઉત્તર તારા જાણવામાં આવી ગયો છે. ત્યારપછી દેવીએ જણાવ્યું.
તમારા પ્રશ્નોને ઉત્તર “વી–સંભે” એ શબ્દથી સિદ્ધ થાય છે.
જેમકે “વિ (પક્ષી) આકાશમાં જાય છે. (૧) મનુષ્ય સં” (સુખને) ઈરછે છે. (૨) ચંદ્ર “ભે” (નક્ષત્ર)ને વિષે ગતિ કરે છે. અર્થાત્ નક્ષત્રને આશ્રિને તેની ગતિ હોય છે. (૩) મનુષ્યની પ્રીતિ વિસંભ (
વિભ=વિશ્વાસ) થી વખણાય છે.
આ પ્રમાણે પ્રશ્નોનો ઉત્તર સાંભળી રાજાએ કહ્યું.
હે દેવિ! આ પ્રશ્નોત્તર તને જલદી યાદ આવ્યા. માટે હવે તું પ્રશ્ન બેલ.
પછી દેવી બેલી. હે નરનાથ! તીસા શબ્દમાં પ્રથમ અક્ષર કયો? (૧) કોના વિનાશથી રાજાને વિનાશ થાય? (૨) એક વાર ગયેલું શું હોય છે? (૩) હે નાથ ! અશ્વ કેને પ્રિય હોય ? (૪) લક્ષમીના સંબંધનનું રૂપ શું? (૫) ગાયનમાં મધુર સ્વરવાળી કેણ હોય છે? (૬) તમેએ આપેલા પ્રશ્નોત્તરની તંત્રાવલી (વર્ણ પંક્તિ) કઈ છે?