________________
૩૭૦
સુરસુંદરી ચરિત્ર ચિત્રવેગ સૂરિ ગામ, આકર અને નગરોથી વિભૂષિત એવી પૃથ્વી ઉપર ભવ્ય જનના સમુદાયને બંધ આપતા છતા પ્રતિબંધ રહિત વિહાર કરવા લાગ્યા.
હવે સુત્રતા પ્રવર્તિની સ્વર્ગસ્થ થયે છતે સર્વ સાધ્વીઓના સમુદાયને સંમત એવી કનકમાલા સાવીને સર્વસંઘે પ્રવતિની તરીકે ગુરુણીના સ્થાનમાં સ્થાપન કરી. | ભવ્ય લોકોને બેધ આપતા તથા તપશ્ચર્યા વડે શરીરને ક્ષીણ કરતા તેમજ સમગ્ર રાગના ત્યાગી, સદ્દધ્યાનમાં આરૂઢ થયેલા અને સ્વસિદ્ધાંતના વિધિ પ્રમાણે મુનિઓને સિદ્ધા તેનું સ્મરણ કરાવતા તથા મુમુક્ષુજનેને શ્રીજિદ્રોએ પ્રરૂપેલા ધર્મને ઉપદેશ આપતા, તેમજ સંયમના પાલન ઉદ્યક્ત અને શ્રમણામાં પુરંદર સમાન તેજસ્વી એવા ચિત્રવેગ સૂરીશ્વર પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. મકરકેતુની ધર્મ પ્રવૃત્તિ
નીતિધર્મમાં કુશલ એ મકરકેતુ રાજા પ્રજાઓના અસ્પૃદયને માટે પિતાને પ્રતાપ પ્રસારવા લાગે.
દેશવિદેશમાં જેની કીર્તિ સ્થાયી ભાવ થવા લાગ્યા. જેના યશથી ઉજવલ બનેલા વિદ્યાધરોએ આપેલી કન્યાઓને તે પરણવા લાગ્યો.
એમ કેટલીક વિદ્યાધરોની કન્યાઓની સાથે લગ્ન કર્યા બાદ તેણે વિદ્યાધરોને યોગ્યતા પ્રમાણે ઘણાં ગામ નગરાદિક બક્ષિશમાં આપ્યાં.