________________
३९८
સુરસુંદરી ચરિત્ર - ગુરુમહારાજ બોલ્યા હે જીજ્ઞાસુઓ ! એકાગ્ર વૃત્તિએ. તમે પ્રભુ વચનામૃતનું પાન કરો.
હે ભવ્યાત્માઓ ! જેઓ નિરપરાધી સ્થૂલ જીવોને દંડ કરતા નથી, તેઓ પણ મોક્ષપદને પામે છે.
જેઓ સ્થૂલ અસત્ય ભાષાને મન, વચન અને કાયાવડે બેલતા નથી, તેઓ દેવેદ્ર અને નરેંદ્રના સુખ. ભોગવીને અંતે નિર્વાણપદને પ્રાપ્ત કરે છે.
જેઓ મન, વચન અને કાયા વડે હંમેશા સ્કૂલ અદત્તનો ત્યાગ કરે છે, તેઓ સર્વાર્થની અક્ષય સંપત્તિવાળા થઈને સિદ્ધસ્થાનમાં જાય છે. - પોતાની સ્ત્રીને વિષે સંતોષ અથવા પરસ્ત્રીને ત્યાગ કરવાથી દેવાંગનાઓનાં સુખ ભોગવીને નિર્વાણપદ પામે છે તેમજ દેવ તથા નરેન્દ્રના ભાવમાં ઘણી સમૃદ્ધિઓ પામીને જેઓ ઈચ્છાનું પ્રમાણ કરે છે, તેઓ અનુક્રમે મોક્ષપદ પામે છે.
એ પ્રમાણે અતિ વિસ્તારપૂર્વક ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ શ્રી કેવલી ભગવાને કહે છતે મકરકેતુ રાજાએ કહ્યું.
હે ભગવન્! આ પ્રમાણે ગૃહીધર્મ પાળવાને હું શક્તિમાનું છું. એમ કહી સુરસુંદરી અને મકરકેતુ વિગેરે કેટલાક જનેએ ગુરુની પાસે સમ્યકત્વ રત્ન છે. મૂલ જેનું એવા શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. ચિત્રવેગ રિ. - ચિરાગ પ્રમુખ સર્વ મુનિએ સૂરીશ્વરના ચરણ. કમલમાં રહીને ગ્રહણ અને આસેવના રૂપ શિક્ષાને