________________
સુરસુંદરી ચરિત્ર અભ્યાસ કરવા લાગ્યા. તેમજ કમલાવતી આદિ સર્વ સાવી સુવ્રતા નામે પ્રવત્તિનીની પાસે મુનિઓની કિયાને તથા દ્વાદશ અંગેનો અભ્યાસ કરવા લાગી.
છઠ્ઠ, અઠ્ઠમ, દશમ અને દ્વાદશાદિક વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરવા લાગી. તેમજ સર્વમુનિએ ગુરુમહારાજને વિનય તથા સમ્યફપ્રકારે વૈયાવચ્ચ કરવા લાગ્યા.
દરેક ગુણેમાં વિનયગુણ મુખ્ય ગણાય છે, માટે વિનયગુણનું પ્રધાનપણે સેવન કરવું. - વિનયનું મુખ્ય કારણ જિતેદ્રિયત્ન કહેલું છે. જેઓ ઈન્દ્રિયોને વિજ્ય કરે છે, તેમને વિનવગુણ સ્વાભાવિક પ્રાપ્ત થાય છે. અને જ્યારે વિનયને પ્રાદુર્ભાવ થાય છે, ત્યારે તેઓના હૃદયમાં સદ્દગુણેને વિકાસ થાય છે.
વળી ગુણવાન્ પુરુષની ઉપર દરેક પ્રાણીઓને પ્રેમભાવ પ્રગટ થાય છે. તેમજ પ્રેમાનુસારી મહાત્મા પુરુષોને સ્વર્ગાદિ સંપત્તિઓ સુલભ થાય છે. માટે ગુરુજનને વિનય કર, એ મુખ્યસૂત્ર ગણવામાં આવ્યું છે.
ગુરુના પ્રસાદથી સર્વવિદ્યાઓ સિદ્ધ થાય છે.
ચિત્રવેગમુનિએ ગુરુની પાસે રહી ચતુદર્શ પૂવને અભ્યાસ શરૂ કર્યો, થોડા સમયમાં કંઈક ન્યૂન પૂર્વધર, તે થયા.
સુપ્રતિષ્ઠસૂરિ ચિત્રવેગમુનિને સૂરિ પદવી આપીને અનશન વ્રત ગ્રહણ કરી વિશુદ્ધ આત્મભાવે ઉત્તમ એવા નિર્વાણ પદને પામ્યા.
ભાગ-૨/૨૪