________________
૩૬૦
સુરસુંદરી ચરિત્ર એટલામાં ચિત્રગતિ અને ચિત્રવેગ પણ પોતપિતાના વિદ્યાધરોના પરિવાર સહિત આ વૃત્તાંત જાણીને
ત્યાં આવી પહોંચ્યા. વિવાહ મહોત્સવ
અમરકેતુ રાજાએ પોતાને ત્યાં આવેલા તે સર્વ જનને સારી રીતે સત્કાર કર્યો.
પછી ખાદ્ય અને પેયાદિક વિવિધ પ્રકારના પદાર્થો સહિત વિવાહ સામગ્રીને પિતે તૈયાર કરાવવા લાગ્યો.
લગ્નના દિવસે પોતાના કુલાચાર પ્રમાણે માંગલિક ઉપચારો કરવામાં આવ્યા.
ત્યારપછી નગરના સમસ્ત લોકોને આનંદ કારક તથા વિલાસિની જનના નૃત્ય વડે સુશોભિત તેમજ અનેક પ્રકારના વાજી તથા આદ્ય વગેરેના ગંભીરનાદવડે દિશાઓને ગજવતે, તે વરકન્યાને શુભલગ્ન મહત્સવ મેટા વૈભવ સાથે કરવામાં આવ્યો.
પછી ભૂપતિએ સમાચિત સંભાવના વડે વિદ્યાધરોનું સન્માન કર્યું તેમજ યાચકજનેને મોટાં દાન આપ્યાં.
નગરના લોકોને સત્કારપૂર્વક જમાડયા.
સર્વ જિન મંદિરમાં બહુ પ્રેમપૂર્વક મહોત્સવ કરાવ્યા.
શ્રી જિનેંદ્રભગવાનની પ્રતિમાઓની વસ્ત્રાદિક વડે મહાપૂજા કરવામાં આવી.