________________
સુરસુંદરી ચરિત્ર
૩૬૧ સર્વ ઉપાધિથી શુદ્ધ એવાં ઉત્તમ પ્રકારનાં વસ્ત્ર, પાત્ર, કંબલ અને આસનાદિક વડે મુનિસંઘને પણ બહુ ભક્તિપૂર્વક સત્કાર કર્યો.
તે સમયે રાજાએ સામંત લોકેને યથાયોગ્ય હાથી, ઘોડા, ઉત્તમ પ્રકારના રથ, ગામ, આકર, નગર અને પત્તનાદિકને એનાયત કર્યા. આચાર્ય દર્શન
અન્યદા વિદ્યાધર તથા પરિજન સહિત શ્રી અમરકેતુ રાજા મેટી વિભૂતી સાથે આચાર્ય મહારાજને વંદન કરવા માટે નીકળે.
પ્રથમ સૂરીશ્વરને વંદન કરી પશ્ચાત્ સર્વ મુનિઓને વાંદીને નરેંદ્ર સહિત સર્વ લોકે પણ ભૂમિ ઉપર બેસી ગયા.
બાદ ગુરુએ શ્રી જિદ્રભગવાને પ્રરૂપેલા ઘર્મને ઉપદેશ આપ્યો. ' હે ભવ્યાત્માઓ! આ પાંચ ભૌતિક શરીરની સુંદર આકૃતિ જોઈ તમે મેહિત થશે નહીં. કારણ કે, તેઓ નિત્ય સ્થાયી ભાવે રહેવાનાં નથી.
ક્ષણમાં જે દષ્ટ હોય છે, તે સ્થિતિનું ક્ષણેતરમાં રૂપાંતર જોવામાં આવે છે.
તેમજ વૈભવ એટલે સંપદાઓના સંયોગ પણ શાશ્વતનિરંતર એક સરખા રહેતા નથી, માટે બુદ્ધિમાન પુરુષોએ