________________
સુરસુંદરી ચરિત્ર
૩૬૩ બાદ અક્ષુબ્ધા પણ વિવિધ પ્રકારના ભામાં જન્મ ધારણ કરીને તે અર્જુનની બંધુશ્રી નામે ભાર્યા થઈ
સ્વભાવથી જ ક્ષીણ છે કષાય જેમના, દયાધર્મ પાલવામાં તત્પર અને કૃષિ [ખેતી] કાર્યમાં રક્ત એવાં તે બંનેને સમય પરસ્પરના પ્રેમ વડે બહુ આનંદમાં ચાલ્યો જાય છે.
તેવામાં વર્ષાઋતુને સમય આવ્યો. મેઘની ગર્જનાઓ શરૂ થવા લાગી, અનુક્રમે વૃષ્ટિ થવાથી પાણી બહુ ભરાઈ ગયાં. બાદ સ્ત્રી સહિત અને પણ પોતાની સીમમાં ખેતીને પ્રારંભ કર્યો. મૃગ અને મૃગલી
તે અર્જુન જ્યાં ખેતી કરતા હતા, તેની પાસમાં એક મૃગ પોતાની સ્ત્રી સહિત રહેતા હતા. વળી તે મૃગલી સગર્ભા હતી.
તે સીમાડાના પ્રાંતભાગમાં પોતાની સ્ત્રી સહિત મૃગલે ઘાસ ચારો ચરતો હતે. એક દિવસ તે મૃગનું જોડલું ચરતાં ચરતાં તેના ક્ષેત્રમાં જઈ પહોંચ્યું.
પોતાના ક્ષેત્રમાં પેઠેલા તે મૃગન જેડલાને જોઈ અર્જુન એકદમ હાંકારા કરતા તેમને કાઢવા માટે દોડતા ચાલ્યો. ભય વડે ગર્ભના ભારથી બહુ ભારે થયેલી મૃગલી એકદમ વેગથી દોડવા લાગી.
પ્રસવનો સમય પણ તેને નજીકમાં આવેલ હતે. તેથી બહુ વેદના વડે વિહવળ થઈ તે બિચારી પૃથ્વી ઉપર પડી ગઈ.