________________
સુરસુંદરી ચરિત્ર
૩૬પ વળી બચ્ચાના નેહ વડે હૃદયમાં બહુ ઉદ્વેગ કરતી તે બીચારી શોકને લીધે ઘાસ ચરતી નથી, પાણ પણ, પીતી નથી, માત્ર ખેડાતુર થઈ ત્યાં આજુબાજુએ ભમ્યા. કરે છે.
બીજે દિવસે પણ તે જ પ્રમાણે બહુ દુઃખથી ભ્રમણ કરતી તે મૃગલીને જોઈ બંધુશ્રીને દયા આવી, તેથી તે. બચ્ચાને તેણે બંધનથી મુક્ત કર્યો.
તે પછી છુટ થયેલ તે મૃગબાલ ભય અને સ્નેહને ધારણ કરતી એવી પોતાની મા પાસે જઈને મળી ગયે. મૃગલી તેને જોઈ બહુ શાંત થઈ ગઈ, અર્થાત્ અપૂર્વ સુખમાનવા લાગી.
મધ્યમ પ્રકારના ગુણો વડે યુક્ત એ તે અર્જુન કૃષિકાર દયાના પ્રભાવથી કાળ કરીને અમરકેતુ રાજા થયો.
વળી હે ભદ્ર! બંધુશ્રી પણ મનુષ્યનું આયુષ બાંધી, ત્યાંથી મરીને અહીં તું કમલાવતી દેવી થયેલી છે. - આ પ્રમાણે પૂર્વભવના અભ્યાસથી તમારે બંનેને. પરસ્પર બહું પ્રીતિ બંધાણી છે અને જીવદયા કરવાથી તમને બહુ વિશાલ લેગસંપત્તિઓ પ્રાપ્ત થયેલી છે.
એક ક્ષણ માત્ર મૃગલાને મૃગલી સાથે પૂર્વભવમાં તે વિયાગ કર્યો હતો, તે કર્મના ઉદયથી રાજાને તારીસાથે વિયોગ થયો. :