________________
૩૫૮
સુસ્સે થી ચરિત્ર
વિષણુને દશ અવતાર ગ્રહણ કરવાની મોટી વ્યથામાં નાખેલા છે. - જેના પ્રતિબંધથી સૂર્યને હમેશાં આકાશમાં પરિભ્રમણ કરવું પડે છે. એવા કર્મને નમસ્કાર થાઓ.”
માટે હે માતા ! હવે ગતવાતને શોક તમારે કરવો નહીં.
ત્યારપછી સ્થૂલ આકૃતિવાળી મૌક્તિક (મેતી)ની પંક્તિઓથી વિભૂષિત એવી એક મનહર ચેકીની ઉપર અનેક પ્રકારનાં મણિરત્નની કાંતિઓ વડે વ્યાપ્ત અને દિવ્યા આકૃતિમય સિંહાસન મૂકીને તેની ઉપર કુમારને બેસાર્યો.
પછી પુત્ર સમાગમના હર્ષથી રોમાંચિત થયેલી દેવીએ માંગલિક ઉપચાર કર્યા. તે સમયે તેમને પુત્રના સમાગમમાં જે કંઈ સુખ થયું, તેને કહેવા માટે મેક્ષના સુખની માફક કેણ સમર્થ થાય ? નરવાહન રાજા
હવે ભાનુગ વિદ્યાધરે કુશાગ્ર નગરમાં જઈને નરવાહન રાજાની આગળ આ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું.
તે સાંભળી નરવાહનરાજાએ કહ્યું કે; એટલા જ માટે એ કન્યાને આપણે રાખેલી છે. પ્રથમ ઘણુ રાજા એએ એની માગણી કરેલી હતી, છતાં પણ બીજાઓને એ કન્યા આપી નથી. '
તેમજ તેણીના જન્મ દિવસે જ્ઞાનધારી દિવ્ય પુરૂષોએ કહેલું કે, એ કન્યા વિદ્યાધરોના ચકવતીની ભાય થશે.