________________
૩૫૬
સુરસુંદરી ચરિત્ર વાહને છે જેમાં, એવું વિદ્યાધરોનું સૈન્ય પણ દેખાવ લાગ્યું.
તે સૈન્યના મધ્યભાગમાં રહેલા અનેક પ્રકારના મણિરથી વિભૂષિત અને વિચિત્રવર્ણ તથા રૂપાદિકથી મનહર
એવા કુમારના વિમાન આગળ અનેક વિદ્યાધરોના સમુદાય દોડતા હતા. પિતાપુત્રને સમાગમ
બાદ મકરકેતુ વિદ્યાધરેંદ્ર પિતાના પિતાને આગળ આવતા જોઈને એકદમ આકાશમાંથી નીચે ઉતરી પિતાના ચરણેમાં પડ.
- પછી શ્રી અમરકેતુ રાજા નેહ પૂર્વક પુત્રને આલિંગન દઈ આનંદના અશ્રુજળને વસાવતા છતાં મસ્તકને ચુંબન કરવા લાગ્યો.
બાદ સર્વ સહચારી વર્ગની સાથે સંભાષણ કરી ઉત્તમ વિદ્યારેને યથાયોગ્ય સત્કાર કર્યો.
પછી પોતાના પિતા સાથે કુમારે નગરમાં પ્રવેશ કર્યો, તે સમયે સેંકડે માગધ લોકે સ્તુતિ કરતા હતા. તેમજ અનેક પ્રકારના માંગલિક ઉપચારો કરવામાં • આવ્યા હતા. '
અનુક્રમે નાગરિક નરનારીઓના નેત્રને આનંદ આપતા કુમારને શ્રીઅમરકેતુ રાજાએ પોતાના મંદિરમાં પ્રવેશ કરાવ્યા. તેમજ બાકીના વિદ્યાધરોને તિપિતાને લાયક નિવાસસ્થાન આપ્યાં.