________________
સસુંદરી ચરિત્ર
૩૫૭ પછી કેટલાક વિદ્યાધરો સહિત કુમારને રાજા પિતાના અંતઃપુરમાં લઈ ગયે.
પુત્રાવકનમાં ઉત્સુક બનેલી પિતાની માતાના ચરણમાં કુમાર બહુ પ્રેમથી નમન કરવા લાગ્યો. - જનનીએ સુકોમલ એવા પોતાના હાથવડે કુમારને ગ્રહણ કરી પોતાના ખેળામાં બેસાડ.
બાદ તે અપૂર્વ હર્ષને લીધે બહુ આલિંગન કરી, તેના મસ્તક ઉપર બચ્ચીઓ કરવા લાગી. અને આનંદાશ્રુને વરસાવતી તે કહેવા લાગી;
' હે પુત્ર ! તારી જનનીનું હદય ખરેખર વજીથી ઘડાયેલું છે. કારણકે, તારા વિરહમાં પણ તે અખંડિત રહ્યું છે.
તે સાંભળી મકરકેતુ બે, હે અંબે! દૈવની ઘટના બહુ વિચિત્ર છે. તેની આગળ આપણે શું કરીયે? કારણ કે કમને આધીન થયેલા પ્રાણીઓને આવા પ્રકારનાં દુઃખ આવી પડે છે.
કહ્યું છે કે,
અહો ! આ જગતમાં કર્મની સત્તા એટલી બધી પ્રબલ છે કે, જેણે બ્રહ્માને બ્રહ્માંડરૂપી પાત્રને બનાવવાની અંદર કુલાલની માફક નિયમિત કર્યા છે.
તેમજ શંકરને કપાલરૂપી હસ્ત સંપુટમાં ભિક્ષાટન કરવાનો અધિકાર આપેલો છે,