________________
સુરસુંદરી ચરિત્ર
૩૫૫ હે સુરસુંદરી ! એટલામાં હું પણ પિતાની આજ્ઞા લઈને બહુ ઉતાવળથી આ સમાચાર કહેવા માટે તારી પાસે આવી છું
આ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી દાસીઓએ રાજાની પાસે જઈને આ સર્વ હકીકત તને નિવેદન કરી. સામૈયાની તૈયારી
બાદ રાજા પણ આ વાત સાંભળી બહુ હર્ષાતુર થઈ ગયો. અને રાજપુરૂષને આજ્ઞા કરી કે, રાજકુમારનું સામૈયું કરવાનું છે, માટે જલદી તૈયારી કરાવો.
અધિકારી લોકોની પ્રેરણાથી એકદમ ઉત્તમપ્રકારનાં ગીતગાનની સાથે વિવિધ પ્રકારનાં વા વાગવા લાગ્યાં.
નૃત્યમાં કુશળ એવી અનેક વારાંગનાઓ નૃત્ય કરવા લાગી.
નટવિટાદિક કૌતુકિના વર્ગોએ નાના પ્રકારનાં કૌતુકેને પ્રારંભ કર્યો. ' એમ અનેક પ્રકારના આડંબરવડે નગરની અંદર મહાન કોલાહલને પ્રગટ કરતે અને ચતુરંગ બલસહિત શ્રી અમરકેતુ રાજા ગજેન્દ્ર ઉપર બેસી પુત્રના સ્વાગત માટે સર્વ પ્રકારના વૈભવ સાથે નગરમાંથી નીકળે.
સર્વ લોકેસહિત રાજા નગરની બહાર આવ્યો, તેટલામાં ત્યાં આકાશમાર્ગે આવતું વિજ છત્રાદિકનાં ચિહે જેમાં અનેક પ્રકારનાં રહેલા છે અને અનેક પ્રકારનાં