________________
- સુરસુંદરી ચરિત્ર
૩૫૩ એમ કહી તેમને મૃત પ્રાય કરી નાખ્યા, બાદ પ્રાયશ્ચિત્તને માટે મેં અનશન વ્રત ગ્રહણ કર્યું, પરંતુ લજજાને લીધે તે દુશ્ચરિત્રને મેં ગુરુની આગળ પ્રગટ કર્યું નહીં.
તેથી આલોચના કર્યા સિવાય મારૂં ચારિત્ર ખંડિત થયું.
ત્યાર પછી તે કુમાર ! હું કાળ કરીને ધરણેન્દ્ર થયે. તે જ હું પોતે હાલમાં અહીં આવ્યો છું. | માટે હે કુમાર ! હવે તું ખેદ કરીશ નહીં. હું તને પ્રજ્ઞપ્તિ વગેરે સર્વ વિદ્યાઓ આપુ છું. તે વિદ્યાઓ સાધના કર્યા વિના પણ તને સિદ્ધ થશે.
એ પ્રમાણે ધરણેન્દ્રનું વચન સાંભળી મહાપ્રસાદ” એમ કહીને મસ્તકે હાથ જોડી કુમાર ધરણેના ચરણકમલમાં પ્રણામ કરવા લાગ્યા.
સર્વ વિદ્યાધરેએ તેમજ પિતાએ તેને બહુ મહિમા (સત્કાર) કર્યો, બાદ તે ધરણેન્દ્ર પોતાના પરિવાર સહિત પિતાના સ્થાનમાં ગયે. ચક્રવતી પદવી
વિદ્યાધરે સહિત ચિત્રવેગ ચકવતીએ તેમજ ચિત્રગતિએ પણ મોટા વૈભવ સાથે પોતાના સ્થાનમાં કુમારને રાજ્યાભિષેક કર્યો અને બૈતાઢય ૫ત્તમાં તે કુમારેન્દ્ર વિદ્યાધરને ચક્રવતી થયા. -
૨૩ -