________________
૩૫૨
સુરસુંદરી ચરિત્ર મેં ગુરુની પાસે એવો અભિગ્રહ લીધે કે, યાવત જીવ (જીવનપર્યત) માસે માસે પારણું કરવું. હસ્તિશીષ નગર
અન્યદા વિહાર કરતે કરતે કદાચિત હું હસ્તિશીષનગરમાં ગયે પારણાના દિવસે ભિક્ષા માટે તે નગરમાં હું પરિભ્રમણ કરતા હતા.
તેવામાં એક ગર્વિષ્ઠ સાંઢના ઝપાટામાં હું આવી પડયો. જેથી હું ઘાયલ થઈને પૃથ્વી ઉપર પડી ગયો. તે જોઈ ત્યાં ઉભેલા વિમલના પુત્રએ મારૂં ઉપહાસ કર્યું. અને તે દુષ્ટોએ કહ્યું.
ગજે કોને પીડવામાં એક રસિક એવું તમારૂં તે પ્રચંડ બળ હાલમાં કયાં ગયું? એમ બેલતા તે સર્વે પિતાના પિતાનું વૈર સંભારીને લકુટ અને પથરાએ હાથમાં લઈ મને મારવા માટે દોડવા લાગ્યા.
હું પણ તેમને આવતા જોઈને અજ્ઞાનતાના દોષવડે એકદમ કપાયમાન થઈ, ત્યાં પડેલો એક સ્તંભ ઉપાડીને તેમના સન્મુખ હું દોડયા. | મેં તેમને કહ્યું, રે! રે! નામર્દો ! સિંહના બળને શીયાળીઆએ ખંડન કરી શકે ખરા?
જે કે શરીરે દુર્બલ થઈ ગયો છું, તે પણ મારી પાસે તમે આવવા લાયક નથી. કારણ કે, ક્ષણ માત્રમાં સન્મુખ આવેલા એવા તમને તમારા પિતાના માર્ગ પ્રત્યે હું મેકલી દઈશ.