________________
૩૫૦
સુરસુંદરી ચરિત્ર તારી માતાનું નામ કુસુમાવળી અને તારું નામ કનકરથ હતું.
સ્ત્રી સહિત તું ઉન્મત થઈને દેશાંતરમાં નીકળી ગયે. તારી શોધ માટે અમે ઘણુ તપાસ કરાવી, છતાં કેઈપણ ઠેકાણેથી તારો પત્તો મળ્યો નહી.
પછી તારા લઘુબંધુ વજા રથને રાજ્યગાદીએ બેસાડ. વિરાગ્યની ભાવના વડે મેં ગુરુની પાસે દીક્ષા લીધી.
વિધિપૂર્વક દીક્ષાવ્રત પાળીને હું સૌધર્મ દેવકમાં સાત પલ્યોપમનું આયુષ્ય બાંધી દેવપણે ઉત્પન્ન થયે.
આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવીને આ ભરત ક્ષેત્રમાં ચંપાનગરીને વિષે દધિવાહન રાજાની કુસુમશ્રી ભાર્યાની કુક્ષિમાં પુત્રપણે હું ઉત્પન્ન થયો. - ગર્ભને સમય પૂર્ણ થયો એટલે શુભ સમયમાં મારે જન્મ થયો, પ્રશંકર મારું નામ પાડયું. વિમલમંત્રી
રાજ્યની ઈચ્છાવાળા વિમલમંત્રીએ મદ્યપાનમાં આસક્ત થયેલા મારા પિતાને મારી નાખ્યા અને રાજ્યલક્ષમી તેણે પોતે જ સ્વાધીન કરી.
તે સમયે હું ત્રણ માસને હતે.
મારી માતા બહુ ભયભીત થઈ ગઈ. ત્યાં રહેવાની તેની શક્તિ રહી નહીં, - ત્રણ માસને મને લઈ મારી માતા તે દુષ્ટના ભયને લીધે ત્યાંથી નાઠી. અને વિજયપુર નગરમાં પિતાના