________________
૩૪૯
સુરસુંદરી ચરિત્ર પછી મુનિના વચનવડે શુદ્ધ થયું છે હૃદય જેનું એવા ચિત્રવેગ રાજાએ કહ્યું.
હે કુમાર ! પૂર્વભવના વૈરી એવા દેવ વડે અપહરણ કરાયેલે તું ચિત્રવેગ વિદ્યાધરેંદ્રના ત્યાં મોટે થઈશ, એ પ્રમાણે દેવભવમાં રહેલા તે મને જે પ્રથમ . કહ્યું હતું, તે હાલમાં તને કેમ સાંભરતું નથી ? માટે તે વાત સત્ય થઈ.
વળી હે પુત્ર! ફરીથી તે વિદ્યાઓને તું સિદ્ધ કર.
હવે તું શેક કરીશ નહી. કારણ કે હું મારા સ્થાનમાં તેને સ્થાપન કરીશ.
વિષ સમાન વિષય સંગને સર્વથા ત્યાગ કરીને સંસાર ભ્રમણથી ખિન્ન થયું છે હદય જેમનું, એવા અમે હાલમાં નિરવઘ એવા દીક્ષાવ્રતને ગ્રહણ કરવામાં ઉત્સુક થયા છીએ. ) ધરણેન્દ્રનું આગમન
હે સુરસુંદરી ? આ પ્રમાણે કુમારને પિતા કહેતા હતા, તેટલામાં મળેષ મુનીને વંદન કરવા માટે ત્યાં ધરણેન્દ્રનું આગમન થયું.
મકરકેતુને જોઈ બહુ સમય સુધી ધ્યાન દઈ ધરણેન્ટે કહ્યું,
હે કુમાર ! તું જાણે છે? ભીમરથ નામે હું પૂર્વ ભવમાં તારે પિતા હતા; તું મને બહુ જ પ્રિય હતો