________________
સુરસુંદરી ચરિત્ર
४७ વળી જેઓ અદત્તવસ્તુને ગ્રહણ કરતા નથી, તે પ્રાણીઓને દારિદ્ર, વ્યાધિ, જરા, મરણ, શેક અને પ્રિયવિરહ વિગેરે દુઃખ થતાં નથી.
જે પ્રાણીઓ મન વચન અને કાયાવડે અબ્રહ્મ (મૈથુન) ને ત્યાગ કરે છે, તેઓ સર્વ કર્મોને ક્ષય કરીને મોક્ષ સ્થાનમાં જાય છે.
જે મનુષ્ય ધર્મનાં ઉપકરણે સિવાય બાકીના પરિગ્રહને સર્વથા ત્યાગ કરે છે, તેઓ ભવસાગરને તરીને અજરામર (મોક્ષ) સ્થાનને પામે છે.
માટે હે ભવ્યાત્માઓ! અનેક દોષના કારણભૂત એવા પરિગ્રહનો ત્યાગ કરવો ઉચિત છે.
આ જગતમાં શાંતિને ભયંકર દુશ્મન, અધેયને ખાસ મિત્ર, મોહરાજાને વિશ્રાંતિનું મુખ્ય સ્થાન, પાપોનું ઉત્પત્તિસ્થાન, આપત્તિઓનું મૂળસ્થાન; અસધ્યાનનું કીડાવન, મિથ્યાવાદને નિધિ, મદને કારભારી, શેકનું મૂળકારણ અને કલેશનું કીડાગ્રહ એવા અનેક દેથી ભરેલા પરિગ્રહને આત્માથી પુરૂએ સર્વદા ત્યાગ કરવો જોઈએ.
એ પ્રમાણે શ્રીનિંદ્રભગવાને કહેલા ધર્મને ઉપદેશ મુનિ મહારાજે કર્યો. બાદ અવસર જાણીને કુમારે મુનિને પૂછ્યું.