________________
૩૪૬
સુરસુંદરી ચરિત્ર એ પ્રમાણે કહીને મારા પિતાએ ઘણું વિદ્યાધરને તારી શેધ માટે મોકલ્યા છે. કુમારને પણ પિતાની આજ્ઞા વડે તેના મિત્ર વિનેદ કરાવે છે.
પ્રિયાના વિરહને લીધે બહુ શેકથી પીડાતા એવા કુમારના કેટલા દિવસો વ્યતીત થયા. દમાષ ચારણમુનિ
તેટલામાં એક દિવસ તે નગરમાં ચાર જ્ઞાનના ધારણ કરનાર અને દ્વાદશાંગીમાં પ્રવીણ એવા દમોષ નામે એક ચારણમુનિ આવ્યા. અને તે સહસ્સામ્રવનમાં ઉતર્યા.
તેમને વાંદવા માટે કુમારસહિત મારા પિતા ઘરથી નીકળીને ત્યાં ગયા. તેમને વંદન કરીને પિતાના પરિવાર સહિત પૃથ્વી ઉપર બેઠા. | મુનિએ તેમની આગળ સંસારરૂપી મહાસાગરને તારવામાં નાવસમાન અને નિરવ એવી ધર્મદેશનાને પ્રારંભ કર્યો.
શારીરિક અને માનસિક દુખોને ક્ષય ઈચ્છનાર પુરૂષોએ મન, વચન અને કાયાવડે પ્રાણીઓને અભયદાન આપવું.
જે મનુષ્યો હંમેશાં નિરવદ્ય એવું સત્ય વચન બોલે છે, તેઓ જરા મરણના દુઃખથી ભરેલા સંસારને લીલા વડે તરી જાય છે.