________________
૩૪૪
સુરસુંદરી ચરિત્ર પ્રિયંવદાનું આગમન . એ પ્રમાણે નગર શોભાની તૈયારી થઈ રહી છે, તેવામાં રાજાના અંતઃપુરની અંદર એકદમ પ્રિયંવદા આવી.
તેને જોઈ હર્ષથી ભરાઈ ગયાં છે અંગ જેનાં એવી સુરસુંદરી બહુ પ્રેમથી તેને ભેટી પડી.
પછી તેણીને આસન આપ્યું. તે ઉપર તે બેઠી. ત્યારપછી સુરસુંદરીએ પૂર્વનું વૃત્તાંત તેણીને પૂછયું. - પ્રિયંવદા બેલી, હે સુગે! જ્યારે તે દુષ્ટ વિતાલ તને ઉપાડીને આકાશ માર્ગે ચાલ્યા ગયા હતા, ત્યારે હું દુષ્ટના હુંકારાથી મૂર્ણિત થઈ ભૂમિ ઉપર પડી ગઈ હતી.
ત્યારપછી ક્ષણમાત્રમાં મારી મૂછ શાંત થઈ એટલે હું બહુ જ શેકાતુર થઈ ગઈ અને વિલાપ કરવા લાગી.
હા ! મારી બહેન કયાં ગઈ હશે? તે મારો ભાઈ પણ હજુ સુધી કેમ ન આવ્યો?
જરૂર તે પિશાચે કંઈ પણ એનું અનિષ્ઠ કર્યું હશે, એમ ચિંતવન કરતી હું તારી શોધ કરવા લાગી.
' ત્યારપછી તે રત્નદ્વીપમાં ચારે બાજુએ ફરીને સર્વ ઠેકાણે મેં તપાસ કરી. પછી આકાશ માર્ગે ચાલતાં સમુદ્રની અંદર બહુ બહુ તપાસ કરી પણ તારો પત્તો લાગ્યો નહીં.
પરંતુ સમુદ્રની અંદર અનેક તરંગેના વેગથી ઉછળતું છે શરીર જેનું અને એક પાટીયાને વળગેલે મારો ભાઈ મકરકે, મારા જેવામાં આવ્યું. એટલે