________________
૩૪૩
સુરસુંદરી ચરિત્ર
૩૪૩ આકાશને આચ્છાદન કરનારી ઉત્તમ દુકાનની શોભાઓ કરાવે.
દરેક મંદિરોમાં નાના પ્રકારની વંદનમાલાએ બંધાવે.
સુંદર હવેલીઓની પંક્તિઓને વિચિત્ર રંગ વડે તમે જલદી વિભૂષિત કરાવે.
સર્વ ગૃહદ્વારમાં નિર્મળ જળથી ભરેલા સેનાના કલશેની સ્થાપના કરાવો.
તેમજ દરેક ભવન દ્વારમાં વિવિધ પ્રકારની પતાકાઓ ઉર્વ ભાગમાં લટકાવો.
વળી આ મુખ્ય માર્ગમાં ઉત્તમ પ્રકારનાં પુષ્પ તરણ તેમજ મંચની ગોઠવણ કરાવે.
ગોરોચન, સરસવ અને દુર્વાઓના પ્રક્ષેપ સહિત સાથીયાઓની રચનાઓ કરાવે. - તેમજ કેટલાંક અન્ય કાર્ય પણ જે કરવાનાં હોય તે સર્વ તમે જાતે કરો અને નગરના લોકો પાસે પણ કરાવે.
આ પ્રમાણે નરેંદ્રના કહેવાથી તેઓ વિશેષ પ્રકારે કામ કરવા લાગ્યા.
તેમજ કામની બહુ ઉતાવળને લીધે ચાકર લેકો નગરની અંદર ચારે તરફ ફરવા લાગ્યા.
સર્વત્ર કાર્યના સમારંભ થવા લાગ્યા.
તે જોઈ નાગરિક લોકેના ઉમંગ બહુ વૃદ્ધિ પામવા લાગ્યા.