________________
૩૪૨
સુરસુંદરી ચરિત્ર સકલ (સમગ્ર) વિદ્યાએ જેણે સિદ્ધ કરેલી છે એવા મકરકેતુ નામે તમારા પુત્રને દીક્ષા ગ્રહણ કરવામાં ઉત્સુક એવા ચિત્રવેગ રાજએ પિતાના સ્થાનમાં સ્થાપન કર્યો છે. અને તે મકરકેતુ અનેક વિદ્યાધરોના સમૂહ સહિત આપને ચરણ સેવક આજે આ નગરમાં આવશે.
એમ હું આપની આગળ પ્રિયવૃત્તાંત નિવેદન કરૂ છું.
એ પ્રમાણે વિદ્યાધરનું વચન સાંભળી રાજાનાં રોમાંચ પ્રફુલ થઈ ગયાં. અને તેણે પોતાના અંગ ઉપરના સર્વ અલંકાર તેમજ પુષ્કળ દ્રવ્ય તેને બક્ષિશમાં આપ્યા.
બહુ આનંદમાં મગ્ન થયેલી દેવી તે વિદ્યાધરનાં વારણુ લેવા લાગી. તેમજ સુરસુંદરીને એટલો બધે હર્ષ થયો કે, તેના અંગોમાં પણ સમાઈ શક્યો નહીં.
ત્યારપછી અમરકેતુ રાજા સૂરિને પ્રણામ કરી પરિવાર સહિત પોતે નગરમાં ગયો. નગરશોભા
નગરમાં ગયા બાદ ભૂપતિએ નગરપાલકને આજ્ઞા કરી કે જલદી નગરને સુશોભિત કરાવે. | સર્વ ઠેકાણેથી કચરાઓને દૂર કરી જલકી સર્વ શેરીઓના રસ્તાઓ સાફ કરો.
કસ્તુરી અને કુંકુમથી મિશ્રિત એવા જલવડે દરેક માગે છે ટા,
સરસ કમલ સહિત સુગંધિત અને મને હર એવાં પુના ઉપચાર કરા.