________________
૩૪૦
સુરસુંદરી ચરિત્ર, - ત્યારપછી રાજા છે,
હે મુનીદ્ર! જ્યાં સુધી પુત્રને સમાગમ થશે, ત્યાં સુધી અહીં આપના ચરણકમલમાં રહીને મનુષ્યપણાને અમે કૃતાર્થ કરીશું. ધનદેવને પ્રશ્ન
બાદ ધનદેવવણિક પ્રણામ કરી સુપ્રતિષ્ઠિત આચાર્યને કહેવા લાગ્યો, જ્યારે કનકવતીના સિનિકેએ ઘર સંગ્રામ કરી પલ્લીને ભંગ કર્યો અને સર્વ ભૂલ સુભટે ત્યાંથી નાસી ગયા, ત્યારે આપ ક્યાં ગયા હતા? અને આ શ્રમણ પણું તમે કેવી રીતે પ્રાપ્ત કર્યું?
ગુરુ મહારાજ બેલ્યા. હે ધનદેવ! તે સંબંધી વૃત્તાંત તું સાંભળ,
તે સમયે સૈનિકોની સાથે હું યુદ્ધમાં ઉતર્યો હતે. શત્રુઓના અનેક બાણેથી વૃષ્ટિથી મારું શરીર લાસ થઈ ગયું, જેથી હું પૃથ્વી ઉપર પડી ગયો. - ત્યાર પછી તે સ્થાનમાં આવેલા ચિત્રગ વિદ્યારે મને જે. બહુ સ્નેહના સંબંધને લીધે તે મને વૈતાઢય ગિરિમાં લઈ ગયો. તત્કાળ તેણે ઔષધિના પ્રભાવથી મને સ્વસ્થ કર્યો.
ત્યારપછી પૂર્વના ઉપકારનું સ્મરણ કરી તેણે મને ઉત્તમ પ્રકારની પ્રાપ્તિ નામે એક વિદ્યા આપી. મેં પણ ત્યાં રહીને વિધિપૂર્વક તે વિદ્યાને સિદ્ધ કરી.