________________
સરસુંદરી ચરિત્ર
૩૩૯
વળી તેજ કાલબાણુઅસુરે પિશાચનું સ્વરૂપ ધારણ કરીને વિદ્યાઓને અ૫હાર કરી તારા પુત્રને સમુદ્રમાં ફેંકી દીધો.
ત્યારપછી પોતાના હૃદયમાં સંતોષને માનતે તે પિશાચ સુરસુંદરીનું પણ અપહરણ કરી આકાશમાગે તે ચાલતો હતે.
તેટલામાં; હે નરેંદ્ર! તેને ચ્યવનકાલ આવી પહોંચ્યો. એટલે તરત જ ત્યાંથી તેનું વન થયું. તેથી આ બાલા આકાશમાંથી આ ઉદ્યાનમાં નીચે પડી.
તે પછી તારે પુત્ર સમુદ્રમાં તરતો હતો, ત્યાં ધનદેવ વણિકનું વહાણ જતું હતું, તેને તે મળી ગયું.
તે પછી વહાણું ભાગી ગયું. સમુદ્રની અંદર લેકે વિખરાઈ ગયા. તારા પુત્રના હાથમાં પાટીયું આવી ગયું, જેથી સમુદ્ર પાર કરીને નિારે તે આવી પહોંચ્યા.
ત્યાર પછી પ્રિયવંદાએ તેને જે અને તે પિતાના સ્થાનમાં તેને લઈ ગઈ.
વળી તે તારો પુત્ર આજે વિકાલ સમયે તને મળશે.
હે નરેંદ્ર! જે તે પૂછ્યું, તેને પ્રત્યુત્તર મેં તને કહી સંભળાવ્યા.
એ પ્રમાણે આચાર્ય મહારાજનું વચન સાંભળી રાજા, સુરસુંદરી અને દેવી, એ સર્વે બહુ આનંદ પામ્યાં તેમજ સર્વ સભાના લેકે પણ સંસારની વિચિત્રતા સાંભળી વિરાગ્યદશામાં આવી ગયો.