________________
૩૪૫
સુરસુંદરી ચરિત્ર તરત જ હું તેને ત્યાંથી લઈને તે શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં ગઈ.
બાદ મેં તેને પૂછયું,
હે ભાઈ! તું સમુદ્રમાં શાથી પડી ગયો હતો? ત્યારપછી તેણે વૈતાલના દર્શનથી આરંભીને મારી વિદ્યાનો તેણે નાશ કર્યો વિગેરે સર્વવૃત્તાન્ત કહી સંભળાવ્યા.
ત્યારપછી તેણે પણ મને પૂછયું, સુરસુંદરી કયાં ગઈ? મેં પણ તેને કહ્યું. હે ભાઈ ! તેણીને પણ કોઈક પિશાચ હારી ગયા છે.
એમ મારું વચન સાંભળી મેટા મુદ્દગરથી હણચેલાની માફક એકદમ તે મૂછિત થઈ ગયો.
પછી તેની પાસે રહેલા વિદ્યાધરોએ શીતલપવનદિકના ઉપચારો વડે મહા મુશીબતે તેને સ્વસ્થ કર્યો, છતાં પણ ફરીથી તે મૂર્ષિત થઈ ગયે. .
તેટલામાં વિદ્યાધરે એ મારા પિતાને આ વૃત્તાંત ત્યાં જઈને કહ્યું, એટલે તે પણ એકદમ બહુ શોકાતુર થઈ અમારી પાસે આવ્યા. બાદ બહુ પ્રયને વડે સચેતન કરી વૈતાઢય પર્વતમાં લઈ ગયા.
ત્યારપછી મારા પિતાએ બહુ ખેચર કુમારોને આજ્ઞા કરી કે;
છ ખંડ ભરતક્ષેત્રની અંદર ગામ, આકાર, નગર અને પટ્ટણાદિકમાં પરિભ્રમણ કરીને સુરસુંદરીનું યથા. સ્થિત વૃતાંત જાણે જલદી તમે અહીં આવે.