________________
૩૩૮
સુરસુંદરી ચરિત્ર પુત્ર નથી, માટે તારે પુત્ર થયે, જરૂર આ કેઈક દેવને જીવ ઉત્પન્ન થયેલ છે.
એમ કહી હે નરેદ્ર! તે બાલકને લઈને તેઓ બંને પિતાના નગરમાં ગયાં.
- ત્યાર પછી વધામણીઓ કરાવીને સમસ્ત નગરમાં પ્રસિદ્ધ કર્યું કે, ગુપ્ત ગર્ભવતી કનકમાલાને હાલમાં પુત્ર જન્મ્યો છે.
ઉચિત સમયે મકરકેતુ એવું નામ પાડયું.
હે નરેદ્ર! એ પ્રમાણે તારો પુત્ર વિદ્યાધરને ત્યાં મેટે થાય છે. સ્વયંપ્રભા દેવી તે બાદ તેની સ્વયપ્રભા દેવી દેવલોકમાંથી ચવીને આ સુરસુંદરી ઉત્પન્ન થઈ છે.
હે નરેદ્ર! અનુક્રમે આ સુરસુંદરી પણ વૃદ્ધિ પામવા લાગી અને યૌવનવયને તે દીપાવવા લાગી.
વળી તે સમયે વિદ્યાધર તેણીને હરીને રત્નદ્વીપમાં લઈ ગયો હતો, તેજ હરિદત્ત નામે સુલોચનાના જન્મમાં તેને પિતા હતે. - હે નરનાથ ! જે સંસારની અંદર પિતા પણ પોતાની પુત્રી સાથે વિષયાગની ઈચ્છા કરે છે, એવા આ દુઃખના સ્થાનભૂત સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે! તે તું જોઈ લે.