________________
૩૩૬.
સુરસુંદરી ચરિત્ર હે નરેંદ્ર! આ પ્રમાણે આ સંસારમાં અજ્ઞાનથી અંધ બનેલા પ્રાણીઓ બહેન, પુત્રી, વધૂ (પુત્રની સ્ત્રી) અને પિતાની માતા સાથે પણ વિષયની ઈચ્છા કરે છે.
વળી જે સંસારમાં ભગિની પણ ભાર્યા, પિતા પણ પુત્ર, પુત્રી પણ માતા અને ભાર્યા પણ જનની થાય છે, તેવા સંસાર વાસને ધિક્કાર છે !
હે નરેદ્ર! એ સર્વ હકીકત તને ધનદેવે પ્રથમ કહેલી છે કે, ફરીથી પણ ચિત્રવેગને કનકમાલા જલદી લાવી આપી.
ત્યાર પછી બહુ પ્રકારની વિદ્યાઓ સાથે તે ચિત્રવેગ વિદ્યાધરેન્દ્ર થયો અને તે વૈતાઢયગિરિમાં પિતાની સ્ત્રી સાથે વિષયસુખને અનુભવ કરે છે, ચિત્રગતિ વિદ્યાધર - ચંદ્રાન દેવ પણ ત્યાંથી ચ્યવીને બૈતાઢયની ઉત્તર શ્રેણમાં ચમરચચા નગરીમાં ચિત્રગતિ નામે વિદ્યાધરપણે ઉત્પન્ન થયો.
ચંદ્રપ્રભા દેવી પણ તેની પ્રિયંગુમંજરી નામે ભાર્થી થઈ. તેણની સાથે માનુષ્યક ભેગોને તે વિદ્યાધર વિલાસ કરે છે. અને તે ચિત્રગતિને ચિત્રવેગે બહુ
નેહના સંબંધને લીધે વિદ્યાઓ સાથે ઉત્તરશ્રેણીનું રાજ્ય આપ્યું. " તે સર્વે બહુ આનંદ પૂર્વક વૈતાઢયગિરિમાં રહે છે." હવે પૂર્વભવના અભ્યાસથી નેહરૂપી સારને ધારણ કરતાં