________________
૩ ૩૪
સુરસુંદરી ચરિત્ર ત્યાર પછી કિલષ્ટ પરિણામવાળે તે દેવ પુત્રને લઈ વિચાર કરવા લાગ્યા.
આ શત્રુને મારા હાથ વડે મર્દન કરીને હાલમાં હું મારી નાખું,
અથવા એના કકડા કરીને દિશાઓને બલિદાન આપી દઉં,
અથવા શિતલતા ઉપર એને હું પછાડું, અથવા તિલતિલ જે એને છુંદો કરી નાખું.
અથવા એમ કરવાથી તે બહુ સમય સુધી એને વેિદના થશે નહીં, કારણ કે આ નાનું બાળક હોવાથી તત્કાળ તેના પ્રાણ છુટી જશે તેથી તે ઘણે દુઃખી થશે નહીં. માટે એમ કરવું ઠીક નથી.
પરંતુ કેઈ અરણ્યમાં જઈને નિર્જન સ્થાનમાં એને હું મૂકી દઉં, જેથી સુધાતૃષાથી બહુ પીડાઈને બહુ દુઃખવડે પિતાની મેળે જ તે મરી જશે.
એમ વિચાર કરી, હે નરાધીશ! વૈતાઢય પર્વતની શિલા ઉપર નિર્જન સ્થાનમાં તારા પુત્રને તેણે મૂકી દીધે.
ત્યાર પછી તે દેવ પણ પોતાના સ્થાનમાં ગયે,
હે નરેદ્ર ! હવે આ વાર્તા આટલેથી બંધ રાખું છું, પરંતુ એક બીજી વાર્તા હું કહું છું, તે તું સાંભળ. શ્રી કુંજરાવર્તાનગર
ઈશાન દેવલોકમાંથી પિતાનું આયુષ્ય પૂર્ણ કરી વિધુતમ દેવ અવીને વૈતાઢયગિરિમાં દક્ષિણકાણીના