________________
=
-૩૩૨
સુરસુંદરી ચરિત્ર પરંતુ તેટલું જ્ઞાન તેનામાં નહીં હોવાથી તેમને પત્તો લાગ્યા. નહીં. છતાં ફરીથી પણ તેણે તે સંબંધી હકીક્ત જાણવા માટે જ્ઞાનને બહુ ઉપયોગ કર્યો, પણ બીજા દેવલોકમાં રહેલાં તે બંને તેના જેવામાં આવ્યાં નહીં.
હવે હે નરેંદ્ર! એ પ્રમાણે શેષ આયુષવાળા તેને સમય ચાલ્યા જાય છે.
બાદ કઈક ઓછા આઠ પલ્યોપમ સુધી દીવ્ય ભેગ ભોગવીને ઈશાન ક૯પવાસી તે વિધુરભદેવ ત્યાંથી ચા અને તારે ત્યાં કમલાવતીદેવીની કુક્ષિમાં તે પુત્ર પણે ‘ઉતપન થયે.
હે નરેદ્ર! સાતમા માસે કમલાવતીદેવીને દોહલ ઉત્પન્ન થયે, તેને પૂર્ણ કરવા માટે હાથી ઉપર બેસી આ દેવી નગરની અંદર ફરતી હતી, તેટલામાં જ્ઞાનના ઉપગ વડે કમલાવતીના ગર્ભમાં રહેલો પિતાને વૈરી કાલબાણના જોવામાં આવ્યો.
તે એકદમ ક્રોધાતુર થઈ ગયા. અને તરત જ કાલબાણ પિતાના સ્થાનમાંથી ત્યાં આવીને તેણે એકદમ હાથીના શરીરમાં પ્રવેશ કર્યો
તરત જ તે હાથી લોકોને મોટા ઉપદ્રવ કરતો છતે બહુ વેગવડે તેણે દોડાવ્યો. - ત્યાર પછી હે નરેદ્ર ! તે હાથી દોડતો દેડ વડની નીચે ગયે એટલે તું તેની શાખા પકડીને ઉતરી ગયા.
પછી તે હાથી કાલબાણના પ્રભાવથી આકાશ માગે ઉડી ગયો.