________________
સુરસુંદરી ચરિત્ર
૩૩૧. અત્યંત પીડાવા લાગ્યા. અને અહર્નિશ પોતાના દુખની ચિંતામાંથી મુક્ત થતું નહોતે.
દરિદ્રતાની પીડાને લીધે વ્યાકુલ છે ચિત્ત જેમનાં, પુત્ર, પુત્રી અને સ્ત્રી વિગેરીની ચિંતામાં હંમેશાં ગુચાઈ ગયેલા,
દુર્ભર એવા દેહના પિષણ માટે રાત્રી દિવસ. ખેદ કરતા,
રાજાની આજ્ઞા પાળવામાં બુદ્ધિને ઉપયોગ કરતા,
ક્ષણમાત્ર પણ વિશ્રાંતિને નહીં પામતા અને સર્વ પ્રકારના ઉપદ્રની શંકા જેમના હૃદયમાં રહેલી છે. એવા પાપી પ્રાણીઓના જીવનને ધિક્કાર છે.
એ પ્રમાણે અનેક દુઃખેથી પીડાયેલ તે દુર્ગત બહુ કંટાળીને છેવટે તાપસેના આશ્રમમાં ગયો.
ત્યાં તાપસની પાસમાં પરિવ્રાજકની દીક્ષા તેણે ગ્રહણ કરી.
ત્યાર પછી તે દુગત તાપસનો રોષ તે તેને. તે જ ઉત્કૃષ્ટ સ્થિતિમાં હતું. પરંતુ અજ્ઞાન તપ કરીને ત્યાંથી કાળ કરી તે દુગત ધરણેન્દ્રને સામાનિક દેવ થયે.
જેનું આયુષ પાપમાંથી કંઈક અધિક હતું. તેમજ કાલબાણ એવું તેનું નામ હતું અને દીવ્ય સમૃદ્ધિ તેને પુષ્કળ મળી હતી, છતાં પણ ત્યાં તેને શાંતિ થઈ નહીં.
બહુ કષાયને લીધે પૂર્વનું વૈર સંભારતે તે કાલબાણુ તે બંનેનું સ્થાન જાણવા માટે વિર્ભાગજ્ઞાનને. ઉપયોગ કરવા લાગ્યો.