________________
૩૩૦
સુરસુંદરી ચરિત્ર અંબરીષ મુરાધામ - હવે તે અંબરીષ પિતાના પૂર્વભવના વૈરી મુનિ તથા સાધ્વીને વધ કર્યા બાદ બહુ આનંદ માનવા લાગ્યો.
તેમજ તે સ્થાનમાં રહીને નારકના જીને નિરંતર બહુ પ્રકારની વેદનાઓ કરતો તે દુષ્ટ તેથી જ માટે સંતોષ માનતે હતો.
એવા અકૃત્ય કરવાથી બહુ પાપકર્મ બાંધીને આયુષની સમાપ્તિ થઈ એટલે તે ત્યાંથી વીને વિધવા એવી કેઈક પંચલી (વ્યભિચારિણી) ના ગર્ભમાં ઉત્પન્ન થયે..
તે દુરાચારિણી ગર્ભની કાળજી તે રાખે જ શાની.. પરંતુ જેમ ફાવે તેમ ખાટા, ખારા અને તિખા પદાર્થોનું સેવન કરીને ગર્ભનું શરીર તેણીએ. સડાવી નાખ્યું. જેથી તે રૌદ્ર સ્થાનને આધીન થઈને મરણ પામ્યા.
ત્યાંથી સાત પાપમનું આયુષ બાંધીને પ્રથમ એવા નરકસ્થાનમાં તે ઉત્પન્ન થયો. નારકના ભવમાં બહુ તીવ્ર દુખે ભેગવી પોતાનું આયુષ સમાપ્ત કરીને ત્યાંથી પણ નીકળે અને આ ભરતક્ષેત્રમાં બ્રાહ્મણને ત્યાં દુર્ગત નામે પુત્રપણે ઉત્પન્ન થયે.
તે વિપ્ર માત્ર દારિદ્રથી જ સંપૂર્ણ હતું, તેને ત્યાં અનુક્રમે દુગત વૃદ્ધિ પામવા લાગ્યા. પરંતુ અતિ દરિદ્રતાના દુઃખથી બહુ ગભરાઈ ગયો, કેઈ પણ પ્રકારની શાંતિ તેના સ્વપ્નમાં પણ મળતી નહતી, જેથી તે