________________
સુરસુંદરી ચરિત્ર
૩ ૨૯ સુલોચના પણ પ્રભાતના સમયમાં કાર્યોત્સર્ગ કરી શુકલધ્યાનમાં આરૂઢ થઈ સાધવી એના મધ્યભાગમાં -રહેલી હતી.
ત્યાં જઈ તેણે પૂર્વનું દુશ્ચરિત્ર તેણુને સ્મરણ કરાવ્યું.
ત્યારપછી અગ્નિની જવાલાએથી વ્યાપ્ત એવી લોઢાની એક પુરૂષની પ્રતિમા બનાવી તેણે કહ્યું,
પરપુરૂષમાં પ્રીતિવાળી એવી હે પાપે ! આ તારા સ્વામીનું તું આલિંગન કર.
એમ કહીને તે પ્રતિમાની સાથે તેણીને ગાઢબંધનેથી બાંધીને ધગધગતા દંડવડે પ્રહાર કરીને તત્કાલ તેણે -મારી નાખી.
શુદ્ધભાવમાં અચલ રહેલી તે સાદી કાલ કરીને તેજ વિમાનમાં સ્વયં પ્રભા નામે વિધુપ્રભ દેવની બહુપ્રિય એવી દેવી થઈ.
હે નરેદ્ર! આ પ્રમાણે રાગદ્વેષને દારૂણ વિપાક જોઈને દુષ્ટ એવા રાગ અને દ્વેષના સંગને દૂરથી તું -ત્યાગ કર.
અકસ્માત્ મુનિ તથા સાધવીને વધ કરીને બહુ ખુશી થયેલે અંબરીષ સુરાધમ પણ પિતાના હૃદયમાં પિતાને કૃતાર્થ માનતે છતે જેમ આવ્યું હતું, તેવી રીતે પિતાના સ્થાનમાં ગયે.