________________
સુરસુંદરીચરિત્ર
૩૨૭ ત્યાં ઉત્પન્ન થઈ તરત જ તેણે પિતાને પૂર્વભવનું સ્મરણ કર્યું. વિભંગ જ્ઞાન વડે પૂર્વ ભવના વિરીને જાણીને બહુ કે પાયમાન થઈ તે સુર વિચાર કરવા લાગ્યા,
તે મારો વૈરી ક્યાં ગયા? અને તે દુષ્ટા મારી સ્ત્રી પણ ક્યાં ગઈ?
દુરાચારિણી તે પાપિની અનુરક્ત છતાં પણ મને ત્યજી દઈને કનકરથની ઉપર આસક્ત થઈ. માટે ખરેપર મારી પ્રથમ વૈરિણું તે તે સ્ત્રી છે.
દુષ્ટ શીલવાળાં જેઓએ મને તે સમયે તેવું દુઃસહ દુઃખ દીધું છે, તે બંનેને પણ અહીંથી જઈને હું મારી નોખું.
એ પ્રમાણે વિચાર કરી એકદમ રોષવડે ફુરણાયમાન છે હોઠ જેના એ તે દેવ સંલે ખાના (વ્રત) વડે સુકાઈ ગયું છે શરીર જેમનું એવા કનકરથ સાધુ જ્યાં રહેલા છે, ત્યાં આગળ આવ્યા. ઉપસર્ગ વિધાન | ધર્મધ્યાનમાં એકાગ્ર છે ચિત્ત જેમનું, તેમ જ પ્રતિમાને પ્રાપ્ત થયેલા અને સ્મશાનભૂમિમાં રહેલા એવા તે મુનિને તે દુષ્ટ સુર ઘેર ઉપસર્ગો કરવા લાગ્યા.
તીક્ષણ કત્રિકા (છરી) છે હાથમાં જેના એવો તે પાપી પિશાચનું રૂપ ધારણ કરી પૂર્વનું વૈર સંભારીને રૂધિરસહિત માંસના ટુકડાઓને તે મુનિના શરીરમાંથી વારંવાર કાઢે છે.