________________
૩૨૮
સુરસુંદરી ચરિત્ર તેમજ ભયંકર એવા ખડખડાટ હાસ્ય પૂર્વક મુનિને ઉચે ઉછાળીને પૃથ્વી ઉપર પછાડે છે, દુઃખથી પણ નહીં સહન કરી શકાય તેવા તીક્ષણ ચાબુકેના આઘાતવડે વારંવાર તાડન કરે છે.
ક્ષણમાં ધૂળની વૃષ્ટિ કરે છે. ક્ષણમાં પાષાણના સમૂહ વડે તેમને પૂરી નાખે છે. ક્ષણમાં અગ્નિની વૃષ્ટિ કરે છે. ક્ષણમાં તેમનાં અંગ છેદવા મંડી પડે છે.
તેમજ હસ્તીનું રૂપ ધારણ કરી તે અસુર મુનિના અંગોને વીંધી નાખે છે,
વળી તેની દુષ્ટતાનું અધિક શું વર્ણન કરવું? નિર્દય હૃદય વાળા તે અસુરે મુનિના શરીર ઉપર દુર્વિવહ એવી નરક સમાન વેદનાઓ કરી.
તે વેદનાને સહન કરતા તે મુનિનું ચિત્ત કિંચિત માત્ર પણ ધ્યાનથી ચલિત થયું નહીં. તેમજ પ્રશસ્ત છે શુભ લેશ્યા જેમની અને શુકલ ધ્યાનમાં આરૂઢ થયેલા તે મુનિ પિતાના દુશ્ચરિત્રને નિંદવા લાગ્યા.
તેમજ અનશનવ્રત ધારણ કરી તે મહાત્મા કાળ કરીને બીજા દેવલોકમાં ચંદ્રાજુન વિમાનને વિષે વિધુ પ્રભ નામે દેવ થયા. - ત્યારપછી અંબરીષ અસુર પ્રાણ વિમુક્ત એવા પણ તે મુનિના દેહના ઘણા રોષવડે સેંકડે ટુકડા કરીને પછી સુચના સાધ્વીની પાસે ગયો.