________________
૩૪૧
સુરસુંદરી ચરિત્ર ત્યારપછી હું વિદ્યાધર સહિત સિદ્ધપુર નગરમાં આવ્યો.
ત્યારપછી હે ધનદેવ! કનકવતી સહિત સુરથને દેશમાંથી કાઢી મૂકીને સિદ્ધપુરને હું રાજા થયો.
કેટલાક કડાકોડી વર્ષ સુધી ત્યાં રાજ્યપાલન કરીને મેં પિતાના પુત્ર જયસેનને રાજ્યાસને સ્થાપન કર્યો.
બાદ મને તીવ્ર વૈરાગ્ય થવાથી શ્રી ઘનવાહન કેવલીની પાસે પાંચ રાજકુમારોની સાથે મેં દીક્ષા ગ્રહણ કરી. સાધુની ક્રિયાઓને હું અભ્યાસ કરવા લાગ્યો, અનુક્રમે દ્વાદશાંગીને જાણકાર હું થઈ ગયો. સૂરિ પદવી
શ્રી ઘનવાહન કેવલીએ સૂરિપદને લાયક મને જાણું સૂરિપદવી આપી.
ત્યારપછી હે ભદ્ર ધનદેવ! અમારા ગુરુશ્રી કેવલીભગવાન શૈલેશી વ્રત ધારણ કરી શેષ રહેલાં ચાર ઘાતી કર્મોને ક્ષય કરી નિર્વાણ (મોક્ષ) પદ પામ્યા. . એ પ્રમાણે સુપ્રતિષ્ઠ સૂરિ પિતાનું વૃત્તાંત કહેતા હતા, તેટલામાં આકાશમાંથી એક વિદ્યાધર ત્યાં ઉતર્યો.
પ્રથમ સુરિ મહારાજને પ્રણામ કરી વિનીત એવા તે વિદ્યારે પ્રણામ પૂર્વક કહ્યું.
વૈતાઢ્ય પર્વતમાંથી આપને વધૂપન (વધામણું) આપવા માટે હું આવ્યો છું.