________________
સુરસુંદરી ચરિત્ર
૩૨૩ પછી વસુમતીએ તેમની આગળ પૂર્વોક્ત સર્વ વૃત્તાંત નિવેદન કરી કહ્યું કે, આ ગુરુમહારાજના પ્રભાવથી તમારો ઉન્માદ નિવૃત્ત થઈ ગયો.
એ પ્રમાણે વસુમતીનું વચન સાંભળી તે સ્ત્રી પુરૂષ બંને જણ બહુ વિનય વડે શ્રીમાન સૂધમસૂરિના ચરણકમલમાં વંદન કરવા લાગ્યાં.
સૂરીશ્વરે વિશેષમાં જણાવ્યું,
ભેગસુખના લાલચુ અને પરસ્ત્રીના સંગમાં લુબ્ધ એવા પુરૂષોને આલેક અને પરલોકમાં અનેક પ્રકારની વિડંબના ભોગવવી પડે છે.
વળી વિષયસુખની તૃષ્ણા વાળા અધીર પુરૂષ વધ, બંધ અને મરણાદિક અનેક દુખેને પ્રાપ્ત થાય છે.
એમ જાણું હે કુમાર! તું ભગતૃષ્ણાને ત્યાગ કર. પરસ્ત્રીમાં લુબ્ધ થઈ જે ચિકણું પાપ બાંધ્યું છે, તેના પરિણામથી આ રાજ્ય વ્યંશાદિક જે દુઃખ તને પડયું, તે તે એક પુષ્પસમાન સમજવાનું છે.
વળી પરકમાં નારક અને તિર્યંચ આદિકની ચનિમાં તેથી પણ અનંતગણું દુસહ અને કટુક વિપાકવાળું દુરંત ફલ તારે ભોગવવું પડશે. ચારિત્ર ગ્રહણ - સંસારનિવર્તક અને દોષહારક એ સૂરિમહારાજને ઉપદેશ સાંભળી તે બંનેના હદયમાં ચારિત્રને