________________
૩૨૨
સુરસુંદરીચરિત્ર અને મધુર વચને વડે તેમને બોલાવ્યાં. એટલે તેઓ ઉચ્ચસ્વરે ગાવા મંડી પડયાં.
ક્ષણમાત્રમાં હસવા લાગ્યાં. તેમજ નૃત્યને દેખાવ કરવા લાગ્યાં.
વળી જેમ ફાવે તેમ અગ્ય વચન બોલવા લાગ્યાં.
બાદ તેમને જોઈ સાદવીઓના હૃદયમાં બહુ દયા આવી, જેથી તે બંનેને સાથે લઈ તે બંને સાધ્વીઓ ખેદ કરતી છતી શ્રી સુધમસૂરિની પાસે લઈ ગઈ અને અતિશય જ્ઞાની એવા પિતાના ગુરુને પ્રણામ કરી તેઓએ પૂછ્યું.
હે ગુરુદેવ ! આ બંને જણની આવી ઉન્મત્ત દશા શાથી થઈ છે?
પશ્ચાત ગુરુએ પણ તેમને પૂર્વોક્ત સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું.
તે સાંભળી સાદવીઓએ કહ્યું કે,
હે ભગવાન! જો કેઈપણ પ્રતિગ (ઉપચાર) આપના જાણવામાં હોય અને કંઈપણ ઉપકારદષ્ટિથી આપ જુવે તો એમને સ્વસ્થ કરો.
- ત્યાર બાહે ગુરુએ ઉન્માદને નાશ કરનાર પ્રતિયોગ ( ગૂગ) તેમને આર્યો. જેથી તેઓ રવસ્થ ચિત્તવાળા થઈ ગયાં. .