________________
સુરસુંદરી ચરિત્ર
૩૧૫. એ પ્રમાણે રાજાનું વચન સાંભળી નાગરિકોનાં મુખ પણ દીન થઈ ગયાં અને બહુ શોકાતુર થઈ વિલે મુખે જેમ આવ્યા હતા, તેમ તે રસ્તે સર્વ કે પાછા ગયા. કનકરથનો વિલાસ
કનકરથ કુમાર પણ સુલોચનાની સાથે હંમેશાં ભેગવિલાસમાં આસક્ત મનવાળો એટલે બધે થઈ પડયા કે અનુક્રમે શેષ અંતઃપુરની રાણીઓના ભોગવિલાસથી તે પરાક્ષુખ થઈ ગયો.
તેમજ રાજ્ય સ્થિતિનો વિચાર કરતા નથી. પોતે. બહાર નીકળતું નથી અને સભાસ્થાન પણ કેઈ ને દર્શન આપતું નથીઅર્થાત્ કેઈને પોતાની પાસે આવવા દેતે. નથી. કેવલ વિવિધ પ્રકારની કીડાઓ વડે સુચનાની સાથે રાત્રિદિન તે રહ્યા કરે છે.
એ પ્રમાણે તેની સાથે નવીન પવનના સુખવિલાસમાં આસક્ત છે ચિત્ત જેનું એવા તે કનકરથ. કુમારને બહુ સમય વ્યતીત થયો.
ત્યારપછી એક વખત કુમારની પ્રથમ બહુ ઈષ્ટ એવી રાજશ્રી રાણીના મનમાં વિચાર થયેલ કે, નવીન સુલોચનાને સંગમાં રહીને મારું પણ એણે અપમાન કર્યું. એમ જાણું તે બહુ કોપાયમાન થઈ ગઈ અને પિતાની પરિચિત એવી એક શીયાર પરિવ્રાજકાને. તેણીએ કહ્યું.