________________
સુરસુંદરી ચરિત્ર
૩૧૯
એ પ્રમાણે શ્રી કેવલીભગવાનનું વચન સાંભળી રાજાએ કહ્યું.
હે ભગવાન ! આપનું કહેવું સત્ય છે. ધનવાહનરાજા
શ્રી કેવલીભગવાન્ બેલ્યા. વિજયા નામે નગરી છે. તેની અંદર ધનવાહનરાજ અનંગવતીનામે પોતાની
સ્ત્રી ઉપર બહુ પ્રેમ ધરાવતે છતે વિષયભેગ ભેગવે છે. - તેવામાં પિતાના ઝભાઈ સુધમસૂરિના ઊપદેશથી તે પ્રતિબંધ પામ્યો.
બાદ અનંગવતી સહિત તેણે તે સૂરિની પાસે દીક્ષા ગ્રહણ કરી. વળી ધનપતિ પણ બહુ સનેહવાળી એવી વસુમતીની સાથે પાંચ પ્રકારના માનુષ્યક ભેગને ભગવે છે.
તેમજ રાજાએ પોતાના દેશમાંથી કાઢી મૂકેલે તે મોહિલ વણિકને જીવ તેવા પ્રકારના કોઈપણ શુભ ફલને ઉપાર્જન કરીને, વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણીમાં યંતનગરની અંદર ચિત્રાંગદની પૃથિવીનામે સ્ત્રીની કુક્ષિને વિષે સુમંગલનામે પુત્રપણે ઉત્પન્ન થયો.
અનુક્રમે બહુ પ્રકારની વિદ્યાઓને સિદ્ધ કરી તે સુમંગલ વિદ્યાધર આકાશ માર્ગે ચાલતા ચાલતા એક દિવસ ક્રિડાવડે મેખલાવતી નગરીમાં આવ્યો.
ત્યાં હવેલીના ઉપરિભાગમાં સ્નાન કરતી વસુમતી તેના જેવામાં આવી.