________________
-૩૧૮
સુરસુંદરી ચરિત્ર ઉત્તમ પ્રકારનાં ભેજન, વિલેપન અને આભરણે વડે વિભૂષિત એવાં હેઈને પણ તેઓ દુઃખથી પીડાઈને દરેક ઘરે ભિક્ષા માટે આજીજી કરે છે.
વળી જેમનાં શરીર ધૂળથી છવાઈ ગયાં છે, જેમની ચેષ્ટાઓને જેઈ બાળકોના સમુદાય બહુ ઉપહાસ કરે છે, તેમજ જીર્ણ વસ્ત્રોના ટુકડાઓ શરીર વળગાડેલાં છે, એવાં તે દીન અવસ્થામાં ફર્યા કરે છે.
હે નરેન્દ્ર ! કર્મના દોષ વડે દુર્દશાને પ્રાપ્ત થયેલાં તે બંનેને જોઈ બાળકના સમૂહ ગમ્મત સાથે બહુ હાસ્ય કરે છે અને ડાહ્યા માણસે બહુ શોકાતુર થાય છે.
હે નરેંદ્ર! તું વિચાર કર. કર્મની ગતિ બહુ વિચિત્ર છે. કહ્યું છે કે
આ જગત્માં પોતાના હિતને માટે અમે જે દેને નમસ્કાર કરીએ છીએ, તે દેવે પણ ખરેખર નિર્દય એવા દેવને સ્વાધીન છે, માટે વિધિને પ્રમાણ કરો ‘ઉચિત છે.
વળી તે વિધિ પણ હમેશાં કમને અનુસારે જ ફિલ આપવામાં શક્તિમાન થાય છે.
જે ફલપ્રાપ્તિ કર્મને સ્વાધીન હોય છે, તે દે અને વિધિને નમન કરવાનું શું કારણ?
ફલ આપવામાં સમર્થ એવાં તે કને જ નમસ્કાર કરવો ઉચિત છે. કારણ કે કર્મોની આગળ વિધિનું પણ -સામર્થ્ય ચાલતું નથી.