________________
- ૩૧ ૬
સુરસુંદરી ચરિત્ર કેઈ પણ રીતે નવીન સ્ત્રી સહિત આ કુમારને શિક્ષા થવી જોઈએ. તે સાંભળી પરિવ્રાજકાએ ઉન્માદ કરનારૂં ચૂર્ણ તેણને આપ્યું અને વિશેષમાં કહ્યું. | હે સુભગે! આ ચૂર્ણ તે બંનેના મસ્તક ઉપર તારે નાખવું. જેથી તેઓ બંને ગાંડા બની જશે.
એમ કહી પરિવ્રાજકા પોતાના સ્થાનમાં વિદાય થઈ. પછી એકાંતમાં સૂઈ રહેલાં તે બંને સ્ત્રી પુરૂષના મસ્તક ઉપર મંત્રિત ચુર્ણને પ્રક્ષેપ કરી રાજશ્રી રાણી નિવૃત્ત થઈ ગઈ. ઉમરદશા
ચુર્ણના મહિમાથી તેઓ બંને જણ એકદમ ઉન્મત્ત થઈ ગયાં અને ગાંડાની માફક તેઓ ગાવા, હસવા અને જેમ ફાવે તેમ વિવિધ પ્રકારનાં વિપરીત વચને બોલવા લાગ્યાં.
તેવી તેમની દુર્દશાને જોઈ ભીમરથ રાજા પણ ચકિત થઈ ગયો, અરે! એકદમ ! એમ કેટલોક પશ્ચાતાપ કર્યા બાદ તેણે પુત્રના સ્નેહને લીધે મંત્ર અને તંત્ર પ્રયાગમાં કુશલ એવા અનેક પુરૂષને બોલાવ્યા.
તેઓ પણ “આ તે ભૂતવિકાર થયેલ છે” એમ જાણી તેની શાંતિ માટે અનેક પ્રકારની ક્રિયાઓ કરવા - લાગ્યા.
કેટલાક તે તેના શરીરની રક્ષા કરીને જોરથી